બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર સુનિલ શેટ્ટીની પણ પ્રેરક ઉપસ્થિતિ : પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ફોરેન ડેલીગેટ્સની ઉપસ્થિતિ વચ્ચે એક્ઝિબિશન દિપી ઉઠ્યું.
નવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લ્યુઝોન પ્રસ્તુત ‘વાયબ્રન્ટ બિલ્ડકોન – 2025’નું ઉદઘાટન આજે સવારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યું છે. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. પ્રથમ દિવસે જ એક્ઝિબિશન ફોરેન ડેલીગેટ્સની વિશાળ સંખ્યાથી દિપી ઉઠ્યો છે.
આ એક્સપોના શુભારંભ વેળાએ વાયબ્રન્ટ બિલ્ડકોન ડિરેકટર્સ વિજયભાઈ અઘારા અને જીતેન્દ્રભાઈ કથીરિયા, વાયબ્રન્ટ બિલ્ડકોનના ગ્લોબલ બિઝનેશ હેડ વિશાલ આચાર્ય, કેપેક્સિલના અધ્યક્ષ રમેશ મિત્તલ, કેપેક્સિલના વાઈસ ચેરમેન અને મેમ્બર બોર્ડ ઓફ ટ્રેડ (ભારત સરકાર)ના મેમ્બર નિલેશ જેતપરિયા, કેપેક્સિલના પ્રદેશ કમિટી મેમ્બર નરેન્દ્ર સંઘાત અને બ્લ્યુઝોનના મેનેજિંગ ડિરેકટર મનોજભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર સુનિલ શેટ્ટીનું સ્વાગત કર્યું હતું.
આ એક્ઝિબિશનમાં અમેરિકા, મેક્સિકો, બ્રાઝીલ, યુકે, સ્પેન, યૂએઈ, ઉત્તર અમેરિકા, લેટિન અમેરિકા, યુરોપ, આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને અન્ય અનેક પ્રદેશોમાંથી 60થી વધુ દેશોના ખરીદદારો આવી રહ્યા છે. આજે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ફોરેન ડેલીગેટ્સે હાજરી આપી છે. તમામ ફોરેન ડેલીગેટ્સે ઉત્સાહભેર ઓપનિંગ સેરેમનીમાં ભાગ લીધો હતો. સાથે જ સ્ટોલની વિઝિટ કરવામાં આવી છે.
આ એક્સપોમાં સિરામિક ટાઈલ્સ & સેનેટરી વેર, માર્બલ- ગ્રેનાઈટ & સ્ટોન, હાર્ડવેર- બાથ ફિટિંગ્સ- સિંક, પાઈપ & ફિટિંગ્સ, ટીમ્બર-પ્લાયવુડ, લેમીનેટ્સ & ટીમ્બર્સ, પેઈન્ટ્સ – જીપ્સમ બોર્ડ,ગ્લુ – એડહેસીવ અને કેમિકલ, સિમેન્ટ અને ટીએમટી સળીયા જેવા ઉદ્યોગો પોતાની પ્રોડક્ટ રજૂ કરી છે. આજે પ્રથમ દિવસે જ તમામ સ્ટોલમાં વિઝિટર્સની ભીડ જોવા મળી રહી છે.